Skip to playerSkip to main contentSkip to footer
  • 7/15/2019
કેન્દ્રમાં મોદી સરકારની બીજી ઈનિંગ અને ખાસ તો ગૃહમંત્રી તરીકે અમિત શાહની વરણી પછી અપેક્ષા મુજબ જ કાશ્મીરની કાયમી સમસ્યામાં નોંધપાત્ર પ્રગતિ થવાની આશા બંધાઈ છે ભાજપના મહાસચિવ અને કાશ્મીરના પ્રભારી રામ માધવે શનિવારે કરેલી જાહેરાત મુજબ, દાયકાઓથી પોતાના વતનથી વિસ્થાપિત થઈ ચૂકેલા કાશ્મીરી પંડિતોને ખીણ વિસ્તારમાં ફરીથી વસાવવા અંગે યોજના ઘડાઈ રહી છેઆવી યોજનાઓ અને આવી હૈયાધારણા જોકે અગાઉ પણ અપાઈ ચૂકી છે એટલે ફક્ત તેનાંથી બહુ આશાવાદી બનવાની ભૂલ કરવા જેવી નથી આમ છતાં, સમગ્ર દેશની સહાનુભૂતિ કાશ્મીરથી વિખૂટા પડીને બદહાલ બની ચૂકેલા લાખો કાશ્મીરી પંડિતોની સાથે છે હજારો વર્ષનો ગૌરવશાળી ઈતિહાસ અને ભવ્ય પરંપરા ધરાવતા પંડિતો પોતાના વતનમાં સલામત રીતે પાછા ફરે એ અનિવાર્યપણે આવશ્યક છે આ શ્રેણી કાશ્મરી પંડિતોના કાશ્મીર સાથેના ગૌરવશાળી જોડાણ અને રાજકીય બદસલૂકીઓના પાપે વતનથી ઉખડી જવાના દર્દને ઉજાગર કરવાનો પ્રયાસ છે

Category

🥇
Sports

Recommended

0:34