હવે પ્રેમીઓ પણ માત્ર પોતાના ઘૂંટણના સહારે બેસીને પ્રેમિકાને પ્રપોઝ નથી કરતા, તેઓ પણ સતત અલગ અલગ સ્ટાઈલ શોધતા જ રહેતા હોય છે આવું જ એક કપલ જોવા મળ્યું હતું નોર્વેમાં, જ્યાં ફરવા માટે ગયેલા ક્રિસ્ટિયન રિચર્ડસે તેની પ્રેમિકા બેક્સ મોરલેની લગ્ન માટે અનોખી રીતે પ્રપોઝ કર્યું હતું કેજરાગબોલ્ટેન નામની આ જગ્યાએ ગયા બાદ તેઓ બંને જણા 3000 ફૂટ ઉંચે પહોચ્યાં હતાં જ્યાં જઈને તરત જ યુવકે તેની પ્રેમિકાની સામે ઘૂંટણીયે પડીને રોમેન્ટિક રીતે પ્રપોઝ કરતાં કહ્યું હતું કે વિલ યૂ મેરી મી? તેની આવી હટકે સ્ટાઈલ સાથેના લગ્ન કરવાના પ્રપોઝને જોઈને બેક્સે પણ ઈમોશનલ થઈને તેની સામે તેનો હાથ ધર્યો હતો, જેમાં ક્રિસ્ટિયને રિંગ પહેરાવી હતી આ અનુભવ વિશે જણાવતાં ક્રિસ્ટિયને પણ કહ્યું હતું કે આટલી ઊંચાઈએ ગયા બાદ ડર તો લાગતો જ હતો પણ સૌથી વધુ ચિંતા હતી તેના હાથમાં પકડી રાખેલી રિંગ પડી જવાનો જો કે ત્યાં હાજર અન્ય લોકોએ બાદમાં તેમને જલ્દીથી ત્યાંથી નીચે ઉતરી જવાની સલાહ આપતાં આ કપલ પણ એક સુંદર અને યાદગાર પળો પોતાની સાથે લઈને નીકળી ગયું હતું
Be the first to comment