Skip to playerSkip to main content
  • 6 years ago
8 જુલાઈએ એક વ્યક્તિ લંડનની સૌથી ઉંચી ઈમારત પર કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર ચડતી જોવા મળવાને કારણે હડકંપ મચી ગયો હતો કોઈ વ્યક્તિ ઉંચી ઈમારત પર પૂર્વ સૂચના વગર અને સુરક્ષાની વ્યવસ્થા વગર ચડતી ઝડપાય તો પોલીસ તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે ઈમારતની બહારથી પસાર થઈ રહેલી એક વ્યક્તિએ ઈમારત પર લગાવવામાં આવેલા કાચ પર હલનચલન જોતા પોલીસને તેની જાણ કરી હતી દોરડાની મદદ વગર કોઈ વ્યક્તિ ઈમારત પર ચઢી રહી છે તેની જાણ થતા જ સ્કોટલેન્ડ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચીને તે વ્યક્તિને કસ્ટડીમાં લીધી હતી જાણવા મળ્યા મુજબ પોલીસે સુરક્ષાના કારણોસર તે વ્યક્તિને કસ્ટડીમાં લીધી હતી અને અનેક પ્રકારના સવાલો બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતોતે વ્યક્તિ જે ઈમારત સર કરવા પ્રયાસ કરી રહ્યો હતો તે બ્રિટનની સૌથી હાઈ પ્રોફાઈલ ઈમારત ગણાય છે ૧૦૧૭ ફૂટ ઉંચી 'શાર્ડ' નામની આ ઈમારતની બહારની દીવાલ સંપૂર્ણપણે કાચની બનેલી છે તે વ્યક્તિએ વહેલી સવારે ઈમારત પર ચડવાની શરૂઆત કરી હતી અને તે ૯૫મા માળ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો ડેવિડ કેવિન વિલિયમ્સ નામની વ્યક્તિએ આ અંગેનો વીડિયો ટ્વિટ કરીને પોલીસને જાણ કરી હતી અને સૂચના મળતા જ પોલીસની બે ગાડીઓ, બે એમ્બ્યુલન્સ અને એક ડ્રોન ઘટના સ્થળે પહોંચી ગયા હતા સુરક્ષા વ્યવસ્થાને પાર કરીને તે વ્યક્તિ કઈ રીતે ત્યાં સુધી પહોંચી ગયો તે અંગે સવાલો થઈ રહ્યા છે અને અગાઉ ૨૦૧૭માં કૈસોલિન નામની એક વ્યક્તિએ આ ઈમારત પર ચડવાનો પ્રયાસ કર્યો હતો

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago