કર્ણાટકમાં ગામવાસીઓએ દીપડાના આતંકનો જવાબ પણ આતંકની સ્ટાઈલથી આપીને તેને મોતને ઘાટ ઉતારી દેતાં જ સોશિયસ મીડિયામાંહાહાકાર મચી ગયો હતો ચિત્રદુર્ગામાંએક સપ્તાહમાં જ આ દીપડાએ બે લોકો પર હુમલો કર્યો હતો જેના કારણે ગામવાસીઓ પણ આ પ્રાણીની પાછળજંગલી જાનવરની જેમ પડ્યા હતા વનઅધિકારીની ટીમ પણ આ દીપડાને પકડવા માટે ત્યાં પહોંચી હતી પણ તેઓ કોઈ કાર્યવાહી કરે તે પહેલાંજ લોકો નિસહાય દીપડા પર તૂટી પડ્યા હતા લાકડીઓ અને ઘાતક હથિયારથી તેના પર હુમલો કરીને લોકોએ તેને ત્યાંજ મારી નાખ્યો હતોઆખી ઘટના ત્યાં હાજર વનકર્મીઓની સામે જ થઈ હોવાથી યૂઝર્સે પહેલા ગુનેગાર તેમને જ ગણાવ્યા હતા