અમદાવાદઃરાજ્યમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખૂબ સારો વરસાદ થયો છે ખાસ કરી દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં સૌથી વધુ 172 મીમી એટલે કે સાત ઇંચ વરસાદ વરસ્યો હતો રાજ્યના 25 જિલ્લાઓના 97 તાલુકામાં મેઘમહેર યથાવત રહી છે જ્યારે 29 તાલુકામાં એક ઇંચથી વધુ અને અન્ય 68 તાલુકામાં એક ઇંચથી ઓછો એટલે કે ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, 97 તાલુકામાં સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો જેમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા 4 તાલુકાનો સમાવેશ થાય છે
Be the first to comment