છોટાઉદેપુરઃ પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં ખુલ્લા ખાળકૂવામાં પડી જતાં બે સગા ભાઇઓના મોત થયા છે કદવાલ ચોકડી ખાતે રહેતા એક જ પરિવારના બે બાળકોના મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં બે ભાઇઓ હરેશ રણજીતભાઈ બારીયા(7) અને પરેશભાઈ રણજીતભાઈ બારીયા(3) ઘર પાસે રમી રહ્યા હતા તે સમયે ઘર પાસેના શૌચાલયના ખુલ્લા ખાળકૂવામાં પડી ગયા હતા
Be the first to comment