જાપાનના શહેર ઓસાકામાં બે દિવસની જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે શુક્રવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિંજો આબે વચ્ચે સમિટ સિવાય ત્રિપક્ષીય બેઠક થઈ હતી ત્યારપછી ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વીપક્ષીય વાતચીત પણ થઈ હતી આ દરમિયાન ટ્રમ્પે મોદીને કહ્યું હતું કે, આપણે ઘણાં સારા મિત્રો છીએ આપણાં દેશો વચ્ચે આટલી નીકટતા આ પહેલાં ક્યારેય નહતી આપણે ઘણાં ક્ષેત્રે અને તેમાં પણ ખાસ કરીને મિલેટ્રી ક્ષેત્રે સાથે મળીને કામ કરીશું આજે અમે વેપાર મુદ્દે પણ વાત કરીશું બંને વચ્ચે વેપાર, ડિફેન્સ, ઈરાન અને 5જી કોમ્યુનિકેશન નેટવર્ક સાથે જોડાયેલા મુદ્દે પણ વાતચીત થશે
Be the first to comment