સૌરાષ્ટ્રમાં મેઘમહેર, રાજકોટમાં ધીમી ધારે વરસાદ, સાવરકુંડલામાં ગાજવીજ સાથે દોઢ ઇંચ, રાજુલામાં 2 ઈંચ
  • 5 years ago
રાજકોટ: શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ આવતા લોકો ઠંડક અનુભવી રહ્યાં છે વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે સાવરકુંડલામાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુત્રાપાડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગર, મહુવા, સિહોર, પડધરીમાં હળવા-ભારે વરસાદ વરસી રહ્યા છે જસદણમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો રાજુલામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો પડધરી તાલુકાના ગઢલા,અડબાળકા,બાઘી,નારણકા,ડુંગરકા સહિતના ગામડાઓમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છેસૌરાષ્ટ્રમાં આજે એકથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે
Recommended