સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા સાતે સાત જૂનના રોજ કોર્ટ મેરેજ કર્યાં હતાં હવે, બંનેએ 16 જૂને ગોવામાં બંગાળી વિધિથી લગ્ન કર્યાં હતાં લગ્નમાં નિકટના પરિવારજનો તથા મિત્રો સામેલ થયા હતાં રાજીવ, ચારુ કરતાં આઠ વર્ષ મોટો છે લગ્નમાં ચારુ લાલ રંગના આઉટફિટમાં જોવા મળી હતી જેમાં તે ઘણી જ સ્ટનિંગ લાગતી હતી તો રાજીવ સેન ક્રિમ રંગની શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો આ બંનેના લગ્નની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં ઘણાં જ વાયરલ થયા છે
Be the first to comment