Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અમદાવાદઃ જગન્નાથજીની 140મી રથયાત્રા અષાઢ સુદ બીજ તા 4-7-2019નાં રોજ નિકળશે રથયાત્રા પૂર્વે અતિ મહત્ત્વપૂર્ણ ગણાતી જળયાત્રા જેઠ, સુદ પુનમના દિવસે સવારે મહંત દિલીપદાસજી મહારાજનાં સાનિધ્યમાં નિકળશે 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહા જળાભિષેક કરવામાં આવશે ત્યારબાદ જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજીનાં ગજવેશ શણગારનાં દર્શન થશે

જગન્નાથ મંદિરેથી નીકળેતી આ જળયાત્રામાં ૧૪ જેટલાં ગજરાજો ઉપર કળશ તેમજ ૧૦૮ પારંપારિક કળશ અને ૧૦૦૮ મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં જોડાય છે આ ઉપરાંત ૫૦૧ લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી તેમજ ૫૧ લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે, ૧૦ જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ, ભજન મંડળીઓ, રાસ ગરબા મંડળીઓ સાથે મહંત શ્રી સંતો અને ભકતો સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના ઘાટે નદીમાંથી જળ ભરી અને પૂજા કરશે

આ પૂજા બાદ કળશમાં જે જળ લાવવામાં આવે છે તેનાથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રનો મહા જળાભિષેક કરવામાં આવશે ત્યારબાદ ભગવાનને વિશિષ્ટ પ્રકારના વસ્ત્રથી અલંકૃત કરવામાં આવશે અને તે વિશિષ્ટ રૂપમાં ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે અને તેથી જ તેમને દર્શનને ગજવેશ કહેવામાં આવે છે ત્યારબાદ ભગવાનને તેમના મામાનાં ઘરે સરસપુર ખાતે જશે જેનાં કારણે મંદિરમાં ૧૫ દિવસ સુધી વિગ્રહ રહેશે અને ભગવાનના દર્શન નહીં થઈ શકે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago