Skip to playerSkip to main content
  • 6 years ago
રાજકોટ:જામકંડોરણાના ધોળીધાર પાસે સવારે એસટી બસને અકસ્માત નડ્યો હતો ગાંગરડી-ઉપલેટા રૂપટની એસટી બસ વીજપોલ સાથે અથડાતા પલટી મારી ગઈ હતી બસમાં સવાર 50 મુસાફરોમાંથી 10 લોકોને ઈજા થઈ હતી જેથી તમામને સારવાર માટે જામકંડોરણાની સરકારી હોસ્પિટલસમાં ખસેડવામાં આવ્યા હતા મોટી વાત એ છે કે વીજપોલનો વીજ પ્રવાહ બંધ હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી જો કે અકસ્માત બાદ એસટીનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતોબીજી તરફ ગોંડલના શ્રીનાથગઢ પાસે જૂનાગઢ-ભાવનગર રૂટની એસટી બસની બ્રેક ચોંટી જતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી જેથી બસમાં સવાર 20 જેટલા મુસાફરોને ઈમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago