સુરત: રીંગરોડ આદર્શ માર્કેટમાં ડ્રેસ અને સાડીની દુકાનના ઉદ્ઘાટન સમારોહમાં કેટલાક ઈસમોએ લાકડાના ફટકા વડે હુમલો કરી શો રૂમમાં તોડફોડ કર્યા બાદ વેપારીને જાહેરમાં માર માર્યો હતો દુકાન બહાર નડતરરૂપ ચા ની લારી ખસેડવાના મુદ્દે મીઠાઈના વેપારીએ બોલાચાલી કરી માણસો સાથે કાપડના શો રૂમ પર હુમલો કરતા મહેમાનોમાં ભાગદોડ મચી ગઇ હતી જોકે ઘટનાની જાણ બાદ પોલીસ આવી જતા હુમલાખોરો ભાગી ગયા હતા કાપડના વેપારી ઉપરના હુમલા અને દુકાનમાં તોડફોડની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા સલાબતપુરા પોલીસે હુમલાખોર તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Be the first to comment