પાલનપુરઃ બનાસકાંઠામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો બન્યો છે લાખણી તાલુકાના ગણતા ગામમાં 7 માસની બાળકીને ડામ આપવામાં આવ્યા છે પરિવાર સારવારના બદલે બાળકીને ચાર દિવસ પહેલા ભૂવા પાસે લઇ ગયો હતો જ્યાં તેને ડામ આપવામાં આવ્યા હતા ચાર દિવસ બાદ બાળકીની તબિયત લથડતા તેને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે