વડોદરાઃશહેરને પ્લાસ્ટીક ફ્રિ સીટી બનાવવા માટે અભિયાન ચલાવી રહેલા છાત્ર સાંસદના યુવાનો અને યુવતીઓ દ્વારા આજે ખંડેરાવ શાક માર્કેટમાં ગયા હતા અને વેપારીઓને પ્લાસ્ટીક ન વાપરવા માટે સમજ આપી હતી
છાત્ર સાંસદના સ્થાપક કૃણાલ શર્માએ જણાવ્યું હતું કે, પ્રતિવર્ષે 300 મિલીયન ટન પ્લાસ્ટીક વેચાય છે અને તેમાંથી 90 ટકા ફેંકી દેવામાં આવે છે જે પર્યાવરણને વ્યાપકપણે નુકશાન કરી રહ્યું છે છેલ્લા એક માસથી સંસ્થા દ્વારા સે નો ટુ સિંગલ યુઝ ઓફ પ્લાસ્ટીકની ઝુંબેશ શરૂ કરી છે ઝુંબેશ દરમિયાન પથારા, લારીઓ તેમજ નાના-મોટા વેપારીઓને પ્લાસ્ટીકની થેલીઓનો વપરાશ ન કરવા માટે સમજ આપવામાં આવી રહી છે
Be the first to comment