વિશ્વના બે મોટા ધનપતિ- બિલ ગેટ્સ અને વોરન બફેટ જો લોકો તેમને કોઇ રેસ્ટોરાંમાં કામ કરતા જુએ તો તે દ્રશ્ય પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય પણ આ સાચું છે અમેરિકામાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડરબ બિલ ગેટ્સ (63) અને બર્કશાયર હેથવેના ચેરમેન વોરન બફેટ (88)એ આઇસક્રીમ અને ફાસ્ટફૂડ રેસ્ટોરાં ડેરી ક્વીનમાં કર્મચારીઓની જેમ કામ કર્યું બન્ને વેઇટર બન્યા ગ્રાહકોને ફૂડ સર્વ કર્યું કેશ કાઉન્ટર પણ સંભાળ્યું બિલ ગેટ્સે તેનો વીડિયો શૅર કર્યો, જેમાં બન્ને અબજપતિ કામ કરતા દેખાય છે તેમાં ગેટ્સ અને બફેટે એપ્રન પહેર્યું અને નેમટેગ લગાવીને મિલ્કશેક બનાવ્યો બન્ને કંઇક અલગ કરવા ઇચ્છતા હતા, જેથી એન્યુઅલ મીટિંગમાંથી સમય કાઢીને ટ્રેનિંગ લીધી
Be the first to comment