આખરે તંબોળિયા નજીક નર્મદા મુખ્ય કેનાલમાં 50 ફૂટ મોટા ગાબડાનું સમારકામ કરાયું

  • 5 years ago
હારીજ : તંબોળિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર50 ફુટ ઉપરાંતનું ગાબડું પડ્યું હતું જેના સમાચાર DivyaBhaskarમાં પ્રસિધ્ધ થતાં તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવા રિપેરિંગ કરાયું હતું જ્યારે સામે અન્ય નાના-મોટા ગાબડા પૂરવાનું કામકાજ ચાલી રહ્યું છે સરદાર સરોવર નર્મદા નિગમ મુખ્ય કેનાલ તંબોળિયા નજીક સીઆરસાંકળ333848 નંબર પર આવેલા દરવાજાની ધમધમતા પ્રવાહની બહાર 50 ફુટ ઉપરાંતનું ગાબડું પડેલું હતું સામે ચોમાસું આવી રહ્યું હોઇ અતિવૃષ્ટિમાં કેનાલ તૂટે અને દુર્ઘટના ના સર્જાય તે માટે DivyaBhaskarમાં સમસ્યાને વાચા આપીને પ્રકાર્શિત કરાઈ હતી જે અંતર્ગત નર્મદા વિભાગે ગંભીરતાથી નોંધ લઇ તાત્કાલિક ધોરણે કામ હાથ પર લીધું છે અને 50 ફૂટનું ગાબડું પૂરી દેવાયું છે

Recommended