સુરતઃખટોદરા પોલીસ મથકની ટીમે શુક્રવારે ચોરીના બનાવમાં ત્રણ યુવાનોને પૂછપરછ માટે બોલાવી ગેરકાયદે અટકાયત કરી ઢોર માર મારતા એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ખટોદરાના પીઆઈ, પીએસઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 કર્મચારી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે હાલ યુવકની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે હાલ નાયબ કલેક્ટર આરસી પટેલ અને ડીસીપી ચિંતન તેરૈયાની હાજરીમાં પંચનામું ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
Be the first to comment