'ભારત' જ નહીં ટાઇટલના કારણે બૉલિવૂડની આ બિગ બજેટ ફિલ્મો આવી ચૂકી છે વિવાદમાં
  • 5 years ago
ઈદ પર રિલીઝ થવા જઈ રહેલી સલમાન ખાનની ફિલ્મ ભારત તેના ટાઇટલને લઇને વિવાદમાં ફસાઈ છે ભારત વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ભારતના ટાઇટલને બદલવાની માગ કરાઈ છે આ અરજી મુજબ ફિલ્મનું ટાઇટલ રાજ્ય પ્રતિક અધિનિયમની ધારા 3નું ઉલ્લંઘન કરે છે અને આ ધારા મુજબ ભારત શબ્દનો ઉપયોગ કોઈ કોમર્શિયલ ઉદ્દેશ્ય માટે ન કરી શકાય આ સિવાય ફિલ્મના એક ડાયલોગને બદલવાની પણ માગ છે જે ડાયલોગમાં કેરેક્ટરની તુલના દેશ સાથે કરવામાં આવી છે આ કોઈ પણ ભારતીયની દેશભક્તિ ભાવનાને ઠેંસ પહોંચાડે છે સેન્સર બોર્ડે તો આ ફિલ્મને જોતા જ તેને એ સર્ટિફિકેટ આપી દીધુ છે અને ફિલ્મની પ્રશંસા પણ કરી છે પરંતુ રિલીઝ પહેલા તેનું ટાઇટલ કોન્ટ્રોવર્સીમાં છે આ તો થઇ ભારતના ટાઇટલ વિવાદની વાત બોલિવૂડની એવી ઘણી બિગ બજેટ ફિલ્મો છે જે તેના ટાઇટલના કારણે વિવાદમાં આવી છે અને કોર્ટ સુધી પહોંચી છે જેને થિયેટર સુધી પહોંચવા ટાઇટલ ચેન્જ કરવાની ફરજ પડેલી તેમાં સૌથી પહેલું નામ આવે સંજય લીલા ભણસાળીની બિગ બજેટ ફિલ્મ પદ્માવત આ ફિલ્મ ચિત્તોડની રાણી પદ્માવતીની કહાની હોવાથી પહેલા તેનું નામ પદ્માવતી હતુ પરંતુ રાજપૂત કરણી સેનાએ આરોપ લગાવ્યા કે આ ફિલ્મ રાણી પદ્માવતીનું ખોટુ ચિત્રણ કરે છે અને ફિલ્મ જોયા વગર જ પ્રદર્શન અને તોડફોડ શરૂ કરી દીધી, ફિલ્મના સેટ તોડી નાખવાથી લઈને ડાયરેક્ટર સંજય લીલા ભણસાળીને થપ્પડ પણ મારી દેવાઈ અંતે આ ફિલ્મનું ટાઇટલ પદ્માવતીમાંથી પદ્માવત કરાયુ અને અમુક રાજ્યમાં તેને રિલીઝ કરવાની પરમિશન મળી તેમની જ બીજી ફિલ્મ રામલીલા જેમાં લીડ રોલમાં હતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ ફિલ્મ રિલીઝ પહેલા પણ ગુજરાતની રબારી કોમે ફિલ્મના લીડ કેરેક્ટરને ભગવાન સાથે જોડી દીધુ અને કોમની લાગણીને ઠેસ પહોંચતા તેમણે ફિલ્મના ટાઇટર પર વિરોધ કર્યો અંતે રિલીઝ પહેલા તેનું નામ ગોલીયો કી રાસલીલા-રામલીલા કરી દેવાયુ હતુ તેવી જ રીતે અભિષેક ચોબેની ફિલ્મ ઉડતા પંજાબ પણ ટાઇટલના કારણે કોર્ટ વિવાદમાં સંપડાઈ હતી આ ફિલ્મમાં પંજાબના ડ્રગ્સ રેકેટને ખુલ્લેઆમ બતાવાયુ હતુ જેના કારણે પંજાબની માન-મર્યાદા અને ગરિમાને ઠેંસ પહોંચતી હતી જેને લઇને ટાઇટલમાંથી પંજાબ શબ્દ હટાવવાની માગ કરાઈ હતી પરંતુ આ વિવાદ પહેલા ફિલ્મનું ટાઇટલ સોંગ ઉડતા પંજાબ રિલીઝ થઈ ચૂક્યુ હતુ એટલે તેનું નામ બદલવુ અશક્ય હતુ અંતે ભારે વિવાદો બાદ તેને રિલીઝ કરાઈ હતી વધુ એક ગુજરાતની પૃષ્ઠભૂમી બેસ્ડ અને સલમાન ખાનના પ્રોડ્કશન હાઉસમાં બનેલી લવયાત્રીના નામ પર પણ કોન્ટ્રોવર્સી થયેલી પહેલા આ ફિલ્મનું નામ લવરાત્રિ હતુ જે ગુજરાતની નવરાત્રિ બેસ્ડ એક લવસ્ટોરી હતી પરંતુ ફિલ્મના ટાઇટલને ધાર્મિક ભાવના સાથે જોડી દેવાતા તેને બેન કરવાની માગ કરાયેલી છેલ્લે ફિલ્મનું ટાઇટલ લવરાત્રીમાંથી લવયાત્રિ કરી દેવાયુજોકે આ ફિલ્મ સદંતર ફ્લોપ નીવડી હતી
Recommended