વડોદરાઃ સુરતના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22ના મોતના પગલે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ, ગોત્રી મેડિકલ હોસ્પિટલ સહિત વિવિધ સ્થળોએ ફાયર બ્રિગેડના ઓફિસરોએ આજે ફાયર સાધનોનું ચેકિંગ કર્યું હતું અને જ્યાં જ્યાં ફાયર સાધનો ઉપયોગમાં ન લઇ શકાય તેવા હોય ત્યાં સૂચનો કર્યાં હતા
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચેકિંગ કરવા ગયેલા વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં નોટીસ પાઠવ્યા બાદ આજે અમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું જેમાં ફાયર સેફ્ટીના કેટલાક સાધનો હયાત હોવા છતાં કાર્યકર જોવા મળ્યા ન હતા જેથી અમે સત્તાધિશોને આ બાબતે પગલાં લેવા માટે જણાવ્યું છે
Be the first to comment