પોપકોર્ન વેચનારે પ્લેન બનાવ્યું, પોલીસે તેની ધરપકડ કરી તો એરફોર્સે તેને સર્ટિફિકેટ આપ્યું

  • 5 years ago
પાકિસ્તાનના મોહમ્મદ ફૈયાઝ નામના એક પોપકોર્ન વેચનાર શખ્સે પ્લેન બનાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી માત્ર સાતમું ધોરણ પાસ એવા 32 વર્ષીય ફૈયાઝનું સ્વપ્ન એરફોર્સમાં જોડાઈને પ્લેન ઉડાડવું હતું જો કે સંજોગોના કારણે તેઓ વધુ ભણી શક્યા નહોતા જે બાદ તેમણે આ સપનું સાર્થક કરવા માટે જાતે જ પ્લેન બનાવવાનું નક્કી કર્યું હતું સતત ટીવી ક્લિપ્સ અને ઓનલાઈન વીડિયોઝ જોઈને તેઓ પ્લેન બનાવવા લાગ્યા હતા જો કે આવી રીતે પ્લેન બનાવવા જતાં તેમના માથે 50 હજારનું દેવું તો થઈ જ ગયું હતું સાથે જ પરિવારની જમીન પણ વેચવી પડી હતીઅંતે એક દિવસ ફૈયાઝે રોડ કટરના એન્જિન અને રિક્ષાના પૈડાંમાંથી પ્લેન બનાવી જ લીધું હતું જેનો ટેસ્ટ લેતાં જ તે સંપૂર્ણ રીતે કામ પણ કરતું હતું જો કેફૈયાઝ પ્લેન ઉડાવે તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી બાદમાં કોર્ટે ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકારી તેને છોડ્યો હતો તેની સફળતા અને સિદ્ધીના કારણે મોહમ્મદ ફૈયાઝ રાતોરાત જ લોકલ સ્ટાર થઈ ગયો હતો સાથે જ ફૈયાઝની આ કારીગરીના વખાણ કરતાં પાકિસ્તાન એરફોર્સે તેને સર્ટિફિકેટથી નવાજ્યો હતો

Recommended