આણંદ: આજે બપોરના સમયે આણંદ-ભાલેજ હાઈવે પરના ઓવરબ્રીજ પર રોડ પર પસાર થતી મારૂતી વાનમાં આગ ભભૂકી ઊઠી હતી જો કે ચાલકની સર્તકતાને પગલે કારમાંથી તે ઉતરી ગયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગથી મારૂતી વાનમાં ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા રોડ પર પસાર થતાં લોકો આગને પગલે થોભીને આગને નિહાળવા લાગ્યા હતા ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો