અમરેલી: અમરેલીના તરવડા ગુરૂકુળના 20 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતા સારવાર માટે સિવિલ અને નવજીવન હોસ્પિટલ ખસેડાયા હતા આ અંગે ગુરૂકુળના સંચાલકો દ્વારા મૌન ધારણ કરી લીધું છે ગત સાંજે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું હાલ તમામ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે