રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા સંચાલીત એનિમલ હોસ્ટેલમાં પશુઓની હાલત ખુબ જ કફોડી બની છે આ એનિમલ હોસ્ટેલમાં 2 હજારથી પણ વધુ પશુઓ છે પરંતુ આ તમામ પશુઓને પીવા માટે ગંદુ પાણી આપવામાં આવી રહ્યું છે આ સાથે જ 43 ડિગ્રી તાપમાનમાં પણ પશુઓ માટે કોઈ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી માલધારીઓ અવેડામાં ધરણાં પર બેઠા છે એક બાજુ મનપા એનિમલ હોસ્ટેલ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને બીજી બાજુ ગંદુ પાણી અને ઉનાળામાં છાંયડાના અભાવે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી અનેક ગાયોના મૃત્યુ થઈ રહ્યાં છે જેથી માલધારીઓ પાણીના અવેડામાં ધરણા પર બેઠા છે અને સુવિધાના અભાવે માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
Be the first to comment