ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને ચરણમાં સરેરાશ 64 ટકા મતદાન

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને ચરણમાં 2017ની સરખામણીએ નીરસ મતદાન જોવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને ચરણમાં સરેરાશ 64 ટકા મતદાન થયું હોવાનું જણાયું છે. ગામડાના મતદારો મતદાનમાં આગળ રહ્યા છે તો શહેરી મતદારોનું નીરસ મતદાન જોવા મળ્યું છે. જાગૃત મતદાતાઓની વાત કરીએ તો આદિવાસી જિલ્લાઓ અગ્રેસર જોવા મળ્યા છે. બીજા તબક્કાની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધુ એટલે કે 71.40 ટકા મતદાન જોવા મળ્યું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 58.31 ટકા મતદાન જોવા મળ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.