ગુજરાત ચૂંટણીમાં પ્રથમ વખત રોબોટથી પ્રચાર, લોકોની વચ્ચે જઇ વોટ માંગ્યા

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપનો ઝંઝાવાત પ્રચાર-પ્રસાર શરૂ થઇ ગયો છે. ત્યારે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઇએ અનોખી રીતે પ્રચારની શરૂઆત કરી છે. પંકજ દેસાઇએ ડિજિટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર-પ્રસાર કરવાનું પ્રારંભ કરી દીધો છે.

PM મોદીના ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરતું હોય તેવી આ ટેકનિકનો ઉપયોગ કરાયો છે. રોબોટને જોઇ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ ડિજિટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Recommended