મોરબી દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટના જજ પાસે તપાસ કરાવોઃ ગેહલોત

  • 2 years ago
કોંગ્રેસ દ્વારા કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલી જન આશીર્વાદ સભામાં ઉપસ્થિત અશોક ગહેલોતે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મોરબી કાંડમાં ૧૩૪ લોકોના જીવ ગયા છે. તેમાં માત્ર લીપાપોતી જ કરવામાં આવી છે. મોરબી દુર્ઘટનાના પીડિતો અંગે ભાજપનું મૌન ધારણ કરી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે મોરબી દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટના જજ પાસે તપાસ કરાવવી જોઈએ.