કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન: હિન્દુ શબ્દનો અર્થ જાણી તમને શરમ આવશે

  • 2 years ago
કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા સતીશ લક્ષ્મણરાવ જરકીહોલીએ 'હિન્દુ' શબ્દ પર ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો છે. તેમનું કહેવું છે કે 'હિન્દુ' શબ્દનો અર્થ અશ્લીલ થાય છે અને આ શબ્દની ઉત્પત્તિ ભારતમાં થઇ નથી. આ એક ફારસી શબ્દ છે પરંતુ વિવાદ શરૂ થઇ ગયો છે.

તેમણે કહ્યું, "હિન્દુ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઇ છે? શું આ શબ્દ આપણો છે? આ એક પર્સિયન શબ્દ છે, જેની ઉત્પત્તિ ઈરાન, ઈરાક, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાનમાં થઇ છે. હિન્દુ શબ્દનો ભારત સાથે શું સંબંધ છે? આપણે તેને કેવી રીતે સ્વીકારી શકીએ છીએ? આ મુદ્દા પર તર્ક-વિતર્ક થવો જોઇએ.