રાજકોટમાં આજથી પાંચ દિવસ સુધી દિવાળીનું વેકેશન

  • 2 years ago
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવાળીના મીની વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે. રાજકોટમાં આજથી પાંચ દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે. શહેરના સોની બજાર, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, વૃંદાવાળી સહિતના માર્કેટો લાભ પાંચમ સુધી સંપૂર્ણ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં પણ રવિવાર સુધી રજા રહેશે. મોટા શોપિંગ મોલને બાદ કરતા રાજકોટના તમામ વેપારી પ્રતિષ્ઠાનોની સાથે ઉદ્યોગ કેન્દ્રો પણ મીની વેકેશનમાં જોડાયા છે. રાજકોટની 15 લાખ કરતા વધુની વસ્તી દિવાળીના વેકેશનની મજા માણસે. સોમવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર ધંધા ફરીથી ધમધમતા થશે.

Recommended