29-30 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત પ્રવાસે

  • 2 years ago
PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી છે. તેમાં PM કાલુપુર મેટ્રો સ્ટેશનથી બેસી પ્રવાસ કરશે. તેથી

CM ભૂપેન્દ્ર પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું છે. કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનની પણ સમીક્ષા કરી છે. તથા 30 સપ્ટેમ્બરે PM ફેઝ 1ના સંપૂર્ણ મેટ્રો રૂટને લીલી ઝંડી આપશે.

29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને મુખ્યમંત્રીએ સ્થળ સમીક્ષા મુલાકાત કરી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી છે.
સ્થળ નિરીક્ષણ કરી કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેની ખાતરી કરી છે. 29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. જેમાં 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ફેઝ 1 ના

સંપૂર્ણ મેટ્રો રૂટને લીલી ઝંડી આપવાના હોવાથી સ્થળ સમીક્ષા કરાઇ રહી છે.

પાંચમાં નોરતે અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળશે

નવરાત્રિના પાંચમાં નોરતે અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળશે. અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેટ્રો રેલવેમાં સફર કરવાનુ સપનું ટૂંક જ દિવસોમાં પૂર્ણ થવા જઈ

રહ્યું છે. શહેરના મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કાની મેટ્રો રેલવે પ્રારંભ કરાવશે. પીએમ નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ

મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રૂ. 12,925 કરોડના ખર્ચે

પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. મેટ્રોના સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા

પણ રહેશે.

બીજા તબક્કામાં મેટ્રો ગાંધીનગર સુધી પહોંચશે

ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર છે, જેમાં 22.8 કિ.મીનો મોટેરા

સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે, જેમાં કુલ 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિ.મીનો રૂટ રહેશે, જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26

કિ.મીના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.