PM મોદી આજે સુરતથી ગુજરાત પ્રવાસ આરંભશે, બપોરે ભાવનગરમાં રોડ-શો

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આ વખતે તેઓ ગુજરાત પ્રવાસનો આરંભ સુરતી કરશે. સુરતમાં ડ્રીમ સિટીના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન બાદ તેઓ બપોરે ભાવનગરમાં વિશ્વ CNG ટર્મિનલનું ખાતમૂહુર્ત કરશે. ભાવનગરમાં તેમના રોડ-શોનું આયોજન કરાયું છે. સાંજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેઓ નેશનલ ગેઇમ્સ-2022નો આરંભ કરાવશે.

લિંબાયતમાં પણ PM મોદીનો રોડ-શો
લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ-શો અને જાહેરસભા સંબોધશે. વડાપ્રધાનને આવકારવા સુરતનું વહીવટી તંત્ર દિવસ-રાત કામગીરી કરી રહ્યું હતું. PM મોદી સુરત એરપોર્ટ ઊતરી હેલિકોપ્ટરમાં ગોડાદરા ખાતે મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઇસ્કૂલ પહોંચશે. વડાપ્રધાન ગોડાદરાથી લિંબાયત નીલગીરી મેદાન સુધી રોડ-શો કરશે. વડાપ્રધાનના 2.9 કિલોમીટરનો શો દરમ્યાન વીસ જગ્યાએ અલગ-અલગ સમાજના આગેવાનો દ્વારા વડાપ્રધાનનું જાહેર અભિવાદન કરવામાં આવશે. લિંબાયત નીલગીરી મેદાન પર રોડ શો પૂરો થશે. નીલગીરી મેદાન પર એક લાખ કરતાં વધારે લોકોને વડાપ્રધાન સંબોધન કરશે. આ પ્રસંગે સુરત મનપા તથા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.