ગીર સોમનાથમાં વરસાદની આગાહી પગલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના

  • 2 years ago
ગીરસોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા જાહેરનામું આપવામાં આવ્યું છે. તેમાં 3700 જેટલી બોટ દરિયા કાંઠે

લાગાવી દેવાઈ છે. તેમજ માછીમારી કરવા ગયેલી 5 જેટલી બોટ સામે કાર્યવાહી કરાઈ છે.

3700 જેટલી બોટ દરિયા કાંઠે લાગાવી દેવાઈ

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું છે. તથા 3700 જેટલી બોટ દરિયા કાંઠે લાગી છે. તેમજ 5 જેટલી બોટ માછીમારી કરવા

ગયેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. હાલ તમામ બોટ વેરાવળ દરિયાકિનારે લગાવી દેવામાં આવી છે.

આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા જાહેરનામું

ગીર સોમનાથ જિલ્લામાં જાણે કે આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ભારે

વરસાદને પગલે જાણે કે આખો જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 10 કલાકની વાત કરીએ તો અહીં 13 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદથી

જિલ્લાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે.