સમગ્ર ગુજરાત પાણીથી તરબોડ, હજુ પણ વરસાદની આગાહી

  • 2 years ago
હવામાન વિભાગે ગુરુવારે દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ગુરુવાર અને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે પણ સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે સવારે 9 વાગ્યે પણ કાળાદિબાંગ વાદળો છવાયેલા રહેતા અંધારું છવાયેલું જોવા મળ્યું હતું. ભાવનગરની જીવાદોરી અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિંચાઈ યોજના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ધસમસતા નીરની આવક થવાના પગલે છેલ્લા 24 કલાકમાં 1 ફૂટ સપાટીમાં વધારો થયો છે, 34 ફૂટે ઓવરફ્લો થતો શેત્રુંજી ડેમ માત્ર 4 ઈંચ બાકી રહ્યો છે. દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાં છેલ્લા કેટલાય સમયથી થઇ રહેલ ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઇ રહી છે. પાણીની આવકને પગલે હાલ સરદાર સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો પોતાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી હાલ 138 મીટર સુધી પહોંચી ગઈ છે.

Category

🗞
News

Recommended