ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન થયુ હતું.તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા બે દિવસથી તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા, પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ થઇ હતી. હોસ્પિટલમાં સારવાર અર્થે હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયુ હતું. કેશુબાપાના નિધનથી રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
Be the first to comment