વાવની પ્રા.શાળાના બાળકો 3 વર્ષથી ખુલ્લામાં અને જર્જરિત રૂમોમાં અભ્યાસ કરવા મજબૂર

  • 4 years ago
વાવ:બનાસકાંઠાના વાવ તાલુકાના આછુંવા ગામની પ્રાથમિક શાળા ડેમેજ થતાં દોઢ વર્ષ પહેલાં પાડી દેવામાં આવી છે આછુંવા શાળામાં ધોરણ 1 થી 8માં 277 બાળકો અભ્યાસ કરે છે જેમાં બાજુની જગ્યામાં શાળાના નવીન 4 રૂમો છે ત્યાં હાલ ધોરણ 1 અને 2 સાથે 5,6,7 અન્ય રૂમોમાં તેમજ ધોરણ 3,4 પ્લાસ્ટિક ઉપર બાંધી નીચે બેસી અભ્યાસ કરે છે ધોરણ-8ના બાળકો વૃક્ષ નીચે ઠંડીમાં અભ્યાસ કરી રહ્યા છે જ્યારે ગોલગામમાં પણ 2017ના પૂરમાં શાળાના તમામ 6 રૂમો ડેમેજ થયેલી હોઇ તેનું ડેમેજ સર્ટી પણ આપવામાં આવ્યા છે છતાં ત્રણ વર્ષ થવા આવ્યા છતાં પણ 1થી 8 ધોરણના 396 બાળકો જર્જરિત રૂમોમાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે