સુરતના વાતાવરણમાં પલટો, મોટા ભાગના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં

  • 5 years ago
સુરતઃ અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમની અસરને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે સાથે દરિયાઇ ઠંડા પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી હતી દરમિયાન શહેરના સુરતના અડાજણ, અઠવાલાઇન્સ, પીપલોદ, વેસુ, નનાપુરા, ઉધના સહિત મોટા ભાગના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા આગામી 24 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવવાની સંભાવના છે જેથી આગામી બે દિવસ શહેર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે દક્ષિણ-પૂર્વ દિશાથી 6 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા સાથે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઇ છે આગામી 24 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવવાની સંભાવના છે બીજી તરફ વધુ એક લો પ્રેશર બંગાલમાં આગામી 48 કલાકમાં ડેવલપ થશે જેથી દક્ષિણ ભારતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે

Recommended