કોરોના અંગે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં નિવેદન આપ્યું

  • last year
ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવતા ભારત પણ સચેત થઇ ગયું છે. મોદી સરકાર દ્વારા પણ કોરોનાની સામે લડવાના તમામ પ્રયત્નો કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં સંબોધન કર્યું હતું.

મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું કે કેન્દ્ર સરકારની સતત કોરોનાની સ્થિતિ પર નજર છે. અમેરિકા, જાપાન, ઇટલી જેવા દેશોમાં કોવિડના કેસ વધ્યા છે. અનેક દેશોમાં કોરોનાથી મોતની સંખ્યા વધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળી 220 કરોડ રસી આપી છે.

Recommended