સુરતમાં મતદારો ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા

  • 2 years ago
આજે ગુજરાતમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠક પર આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. 19 જિલ્લાની 89 બેઠક પર મતદારો મતદાન કરશે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન શરૂ થયુ છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે. ત્યારે સુરતમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં મતદારો ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા