રીવાબાએ આઈપી મિશન શાળામાં મતદાન કર્યું

  • 2 years ago
રીવાબાએ આઈપી મિશન શાળામાં મતદાન કર્યું છે. તેઓ ભાજપના ઉમેદવાર છે. રીવાબા જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જામનગર- ઉત્તર બેઠકની વાત કરીએ તો અહીં કુલ મતદારો 263375 છે અને પુરુષ મતદારો 134699 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 128675 છે. આ બેઠક પર અન્ય મતદારની સંખ્યા 1 છે. અહીં ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાને ટિકિટ મળી છે તો કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાને ટિકિટ મળી છે. આ સિવાય આપના કરશન કરમુરને ટિકિટ આપવામાં આવી છે.

Recommended