Skip to playerSkip to main contentSkip to footer
  • 11/23/2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે આંગળીના વેઢે ગણી શકાય તેટલાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપનો આજે ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના જસદણમાં સભા ગજવી રહ્યા છે. કુંવરજી બાવળીયાના સમર્થનમાં અમિત શાહ પ્રચાર કરી રહ્યા છે.

જસદણ કુંવરજી બાવળીયાના કામની બેઠક છે. કુંવરજી બાવળીયાને મેં પહેલાથી કામ કરતા જોયા છે. તમારો એક મત ગુજરાતના ભવિષ્ય માટે છે. સૌરાષ્ટ્રની ધરા પર ચેક ડેમો બનાવ્યા. પહેલા ગાંધીનગરથી પાણી માટે ટ્રેન મોકલવી પડતી હતી. સરદાર સરવોર ડેમનું ભૂમિપૂજન નહેરૂએ કર્યુ હતુ. નર્મદાનું કામ કોંગ્રેસ રોક્યુ. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ભાજપ સરકારે દૂર કરી.

Category

🗞
News

Recommended