જિનપિંગ પર ફરી આંગળી ચિંધાઈ, 50 લાખ લોકોની તપાસ કરાવાઈ હોવાનો આક્ષેપ

  • 2 years ago
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર આરોપ લાગ્યો છે કે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનોના ઓઠા હેઠળ તેમણે પોતાના રાજકીય હરીફોને કચડી નાખ્યા છે. તેમણે પોતાને મજબૂત બનાવવા માટે તે તમામ વિરોધીઓને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યુ હતું જેમણે તેમના રાજકારણમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક મીડિયા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે જ્યારે શીએ રાષ્ટ્રપતિ પદે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે તેઓ વિકટ આંતરિક પરિસ્થિતિઓ મુદ્દે ચિંતિત હતા. પરંતું તેમને આ વાતની અનુભૂતિ હતી કે તેમના રાજકીય હરીફો પાર્ટીની અંદર ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. ત્યારબાદ તેમણે ભ્રષ્ટ કાર્યકર્તાઓ પર લગામ કસવાનું શરૂ કર્યુ હતું. પોતાને આગળ વધારવા માટે શી જિનપિંગે આગામી થોડાં વર્ષમાં મોટા સુધારાના વાયદા કર્યા હતા જેણે તેમને જનતાની નજરોમાં એક સુધારાવાદી નેતાના રૂપમાં રજૂ કર્યા હતા. જોકે, શરૂઆતમાં તે બધા વાયદા પૂરા કરવા માટે તેમણે પોતાના નવા શત્રુ ઊભા કર્યા હતા. આ દરમિયાન હરીફોને કચડવાના પોતાના ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસોની સફળતાનો ફાયદો ઉઠાવ્યો હતો.

Recommended