કેદારનાથમાં PM મોદીનો ડ્રેસ ચર્ચામાં

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે છે. તેમણે અહીં કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ ભગવાન શિવનો રૂદ્રાભિષેક પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી ખાસ ડ્રેસમાં જોવા મળ્યા હતા. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ખાસ 'ચોલા ડોરા' ડ્રેસ છે. તે તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપ્યો હતો.

Recommended