અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક-વિતર્ક

  • 2 years ago
વારાહી ખાતે આવી પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. સ્ટેજ પરથી અલ્પેશ ઠાકોરે લવિંગજીને ઈશારામાં તેમનું નામ અનાઉન્સ કરવાનું કહેતા લવિંગજીએ ન કરતાં તેઓ લાચાર થયા હતા. આ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારી રહ્યા છે.

Recommended