ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના નેતા પર કર્યા આકરા પ્રહારો

  • 2 years ago
થરાદમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાની સભામાં ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 2017માં ઢીમા ધરણીધરના ધામમાં રાજસ્થાનથી કન્ટેનર ભરીને હિટલર નામનો દારૂ લાવવામાં આવ્યો આ દારૂ એવો બનાવવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ પીવે તો 24 કલાક સુધી ઉભો ન થઈ શકે આવો કેમિકલ વાળો દારૂ કોંગ્રેસના લોકો સુધી ગામડાઓમાં પહોંચાડવામાં આવ્યો હતો જેના કારણે 10 હજાર લોકો મતદાન કરવા ન જાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવાનોને બરબાદ કરીને ચૂંટણી જીતવાનું આવું કૃત્ય ભાજપ સિવાય કોઈ ન કરી શકે.

Recommended