રશિયા પોતાના સૈનિકોને કેમ આપી રહ્યા છે વાયગ્રા?, UN અધિકારીનો ચોંકાવનારો ખુલાસો

  • 2 years ago
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન યુએનના એક અધિકારીએ ચોંકાવનારી વાત કહી છે. યુએનના અધિકારીનો દાવો છે કે યુક્રેનિયન મહિલાઓ પર દુષ્કર્મ કરવા માટે રશિયન સૈનિકોને વાયગ્રા સપ્લાય કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રશિયન સૈનિકો મહિલાઓની સાથે બાળકો અને પુરુષોને પણ નિશાન બનાવી રહ્યા છે.

યૌન હિંસા પર યુએનના વિશેષ પ્રતિનિધિ પ્રમિલા પેટનના જણાવ્યા અનુસાર યુક્રેનિયન મહિલાઓ પર દુષ્કર્મ અને બર્બરતા કરવા માટે રશિયન સૈનિકોને વાયગ્રા સપ્લાય કરવામાં આવી રહી છે. પેટનનો દાવો છે કે યુક્રેનના લોકો દ્વારા જાણી જોઈને આવું કરવામાં આવી રહ્યું છે, જે રશિયન સૈન્યની રણનીતિનો પણ એક ભાગ છે.

Recommended