સમાજવાદી પાર્ટીના વડા, ધરતીપૂત્ર તરીકે નામના મેળવનાર અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે. મુલાયમસિંહના આજે બપોરે તેમના વતનમાં સૈફઈમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમના નશ્વર દેહને સવારે 10 વાગ્યાથી અંતિમ દર્શન માટે સૈફઈ મેળા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવ્યો હતો. મુલાયમસિંહના નશ્વર દેહને સમાજવાદી પાર્ટીના ધ્વજમાં લપેટી અંતિમ સંસ્કાર માટે લવાયા હતા. આજે બપોરે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.
Category
🗞
News