અમિતાભ બચ્ચને જન્મદિવસ પર ફેન્સને આપી સરપ્રાઇ, અડધી રાત્રે બહાર આવ્યા

  • 2 years ago
પોતાની ફિલ્મો અને પોતાની આગવી શૈલીથી છેલ્લા પાંચ દાયકાથી લોકોના દિલો પર રાજ કરી રહેલા અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર તેમના ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બિગ બીએ પણ તેમના ફેન્સને એક એવું સરપ્રાઈઝ આપ્યું જેની કદાચ તેમને આશા પણ નહીં હોય.

અમિતાભ બચ્ચન તેમના જન્મદિવસ પર તેમના ફેન્સને મળ્યા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સદીના મેગાસ્ટાર અને હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસના ખાસ અવસર પર તેમના જુહુના બંગલા જલસાની બહાર ફેન્સની ભીડ ઉમટી હતી. દરેક વ્યક્તિ પોતાના ફેવરિટ સ્ટારને અભિનંદન આપવા પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં બિગ બીએ તેમને નિરાશ કર્યા વિના તેમના ચહેરા પર મોટી સ્મિત સાથે ત્યાં એકઠા થયેલા તેમના તમામ ફેન્સના અભિનંદન ખુશીથી સ્વીકાર્યા.

Recommended