થરૂરની લાંબી ચર્ચામાં ‘ડર’નો ઉલ્લેખ: ખડગે, રાહુલ, કોંગ્રેસ વિશે કરી મહત્વની વાત

  • 2 years ago
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ખુબ જ ચર્ચામાં છે. આમાં બે લોકો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ પદ માટે આમને-સામને છે. આવી સ્થિતિમાં, અધ્યક્ષની ચૂંટણી પહેલા મીડિયા સાથેની વાતચીતમાં શશિ થરૂરે ચૂંટણીની સાથે જ કોંગ્રેસને ફરી બેઠી કરવાની યોજનાના દરેક પાસાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું કે પાર્ટીમાં બે દાયકાથી કોઈ ચૂંટણી થઈ નથી. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી કોઈ સંસદીય સમિતિ નથી. થરૂરે કહ્યું કે પાર્ટીને હવે નવીકરણની જરૂર છે.

Recommended