Skip to playerSkip to main contentSkip to footer
  • 10/6/2022
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા પૂજાના વિસર્જન દરમિયાન નદીમાં પાણીનું સ્તર અચાનક વધવાને કારણે સાત લોકોના મોત થયા છે. ઘટના બુધવારે સાંજે જલપાઈગુડી જિલ્લાના માલબજાર વિસ્તારમાં માલ નદીની છે. દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ દુર્ઘટનાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે.

કહેવાય છે કે બુધવારે સાંજે દુર્ગા મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકો માલ નદી પર પહોંચ્યા હતા. અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું. આવી સ્થિતિમાં લોકો ત્યાં અટવાઈ ગયા અને જોત જોતામાં સાત લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા જ્યારે લગભગ 40 લોકો ગુમ હોવાનું કહેવાય છે.

Category

🗞
News

Recommended