રોહિત શર્માના નાકમાંથી લોહી નીકળતા મેદાન છોડવું પડ્યું, શું થયું હતું?

  • 2 years ago
ટીમ ઈન્ડિયાએ રવિવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી જીત છે. ભારતમાં રમાયેલી છેલ્લી ત્રણ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ એક વખત જીત મેળવી હતી જ્યારે બાકીની બે શ્રેણી ડ્રો રહી હતી. હાઈ સ્કોરિંગ મેચમાં બંને ટીમો વચ્ચે કુલ 458 રન થયા હતા. આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાની આડમાં એક એવી ઘટના પણ બની હતી જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને દક્ષિણ આફ્રિકાની ઈનિંગની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું હતું.

રોહિત શર્મા લોહીથી લથપથ મેદાનની બહાર નીકળ્યો
આ ઘટના દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 12મી ઓવરમાં બની જ્યારે રોહિત શર્માને પેવેલિયન પરત જવું પડ્યું. ગુવાહાટીમાં રમાયેલી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટનને વધારે ભેજને કારણે નાકમાંથી લોહી લૂછતો જોવા મળ્યા હતા. દિનેશ કાર્તિક તરત જ તેની પાસે દોડી ગયો. થોડા સમય પછી તેણે મેડિકલ ટીમને પણ બોલાવી. 35 વર્ષીય યુવાને શરૂઆતમાં બ્લીડિંગ રોકવા માટે ટુવાલનો ઉપયોગ કર્યો હતો પરંતુ આખરે ડ્રેસિંગ રૂમમાં તબીબી સારવાર માટે ડગઆઉટમાં પાછો ફર્યો હતો.