Skip to playerSkip to main contentSkip to footer
  • 9/27/2022
નાસા (NASA)એ મંગળવારે વહેલી સવારે ઈતિહાસ રચી દીધો. લગભગ 4:45 વાગ્યાની આસપાસ તેણે પૃથ્વીને એસ્ટરોઇડના ખતરાથી બચાવવાની કવાયતના ભાગરૂપે તેનું ડાર્ટ મિશન હાથ ધર્યું. તેને એસ્ટરોઇડ સાથે અથડાઈને તેની દિશા બદલવી પડી જે સફળ રહી. નાસા માટે આ એક મોટી સફળતા છે. ભવિષ્યમાં આવા કોઈપણ જોખમોને અટકાવી શકાય છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અવકાશમાં એક જોરદાર પ્રયોગ કર્યો હતો. પૃથ્વીને એસ્ટરોઇડના ખતરાથી બચાવવાની કવાયતના ભાગરૂપે નાસાએ તેનું ડાર્ટ મિશન હાથ ધર્યું હતું.

Category

🗞
News

Recommended